08/03/2022
🧑🦳સ્ત્રી👰 એવી તો કંઈ મેનેજમેન્ટ ની ડીગ્રી છે કે પુરુષ જે આપે એટલા માં ઘર ચલાવી દે છે.
બીજી બાજુ એ પણ છે કે બીજાનું પુરું કરે છે અને પોતાનું બધું ચલાવી લે છે...💃સ્ત્રીને 👸 સમજાવવા વાળા ૧૦૦ છે પણ કોશિશ નથી તેને સમજવાની🤫.
આમ તો "સ્ત્રી દેવી" છે,
પણ "હાલત કેવી" છે.
આ વાસ્તવિકતા ઘણાં અંશે સાચી પણ છે.(કોઈક વિસ્તાર ને બાદ કરતા)
ભારત એટલે કહેવાતા પુરુષ પ્રધાન દેશ માં સ્ત્રીઓને માન - સન્માન મળી રહે તે હેતુથી સ્ત્રી શસક્તીકરણ નાં ઘણાં કાર્યક્રમ નું આયોજન કરવામાં આવે છે.. એમ તો ખરેખર કોઈના માટે કોઈ એક જ દિવસ એવું કંઈ હોતું નથી... બધા માટે બધા દિવસો સરખા જ હોય છે, હોવા જોઈએ.... હતાં એવું ન કહી શકું. કારણ કે, દીકરી ને દૂધ પીતી કરવી(એટલે કે મારી નાખવી), વિધવા સ્ત્રીઓને પણ આવી જ કંઇક સજા કરવામાં આવતી...
તો, કંઇક આવા જ હેતુ ને સાર્થક કરવા આવા દિવસો ઉજવવાનું આયોજન કરાયું હશે.
"આ સાથે એ દિવસે માતા, બહેન, પત્ની, દીકરી માટે કંઇક બચત કરી એના આ દિવસ ને સાર્થક કરવાનો પ્રયત્ન કરીએ. જેથી કોઈ સ્વતંત્ર ભારતની નારી બે બાકડી નાં થઈ જાય.
પરંતુ, આ ઉપરાંત સમગ્ર વિશ્વમાં સ્ત્રીઓનાં સન્માન હેતુ ૮ માર્ચ નાં "આંતરાષ્ટ્રીય મહિલા દિવસ" તરીકે મનાવવામાં આવે છે..
*Happy 👸🏻Women's👸🏻 Day to All*
આ દિવસે બધાને *સમાનતા મુબારક*🙏🏻💐