Ca.Paresh K Bhatt

Ca.Paresh K Bhatt PBMN & CO.Chartered Accountant. H.O.Banglore, Branches : Bhavnagar, Ahmedabad, Chennai and Pune.

વેનેઝુએલા પર કબજો કરવાની USA ની તૈયારી ?યુદ્ધ જહાજો વેનેઝુએલા તરફ રવાના ?
26/08/2025

વેનેઝુએલા પર કબજો કરવાની USA ની તૈયારી ?
યુદ્ધ જહાજો વેનેઝુએલા તરફ રવાના ?

 #અદ્દભૂતમ સંસ્કૃતમ #આજના દશેરાના દિવસે ભગવાન રામને નમસ્કાર કરીએ. આપણા ઋષિઓ ઉત્કૃષ્ટ કવિ પણ હતા અને વ્યાકરણના જ્ઞાતા પણ ...
12/10/2024

#અદ્દભૂતમ સંસ્કૃતમ #

આજના દશેરાના દિવસે ભગવાન રામને નમસ્કાર કરીએ. આપણા ઋષિઓ ઉત્કૃષ્ટ કવિ પણ હતા અને વ્યાકરણના જ્ઞાતા પણ હતા. તેઓ રામને નમસ્કાર કરે તો પણ તેમના જ્ઞાન અને કલાના અદભુત દર્શન આપણને કરાવે. આજે રામના રાવણ પરના વિજય પ્રસંગે એ ઋષિને યાદ કરીએ. તેમના અદ્ભૂત સર્જનનો આસ્વાદ લઈએ. બુધકૌશિક ઋષિએ રામ રક્ષા સ્તોત્રની રચના કરેલી છે. જેમાંનો આ એક અદભુત શ્લોક છે.અદ્ભૂત એટલા માટે કે એમાં કવિનું કાવ્ય કૌશલ્ય તો દેખાય જ છે ઉપરાંત તેમની વ્યાકરણ અંગેની સૂઝ એટલી જ આગવી લાગે.નીચે આપેલા શ્લોકની એક ખાસ વિશેષતા છે, અને તે એટલે વિભક્તિની વિશેષતા.સંસ્કૃતમાં સાત વિભક્તિ છે.જેમાં
પ્રથમ કર્તા- ક્રિયાનો કર્તા,
દ્વિતીય કર્મ- ક્રિયાનું કર્મ - વિષય ,
તૃતીય કરણ - ક્રિયાનું સાધન,રીત,
ચતુર્થ - તાદરથ્ય/સંપ્રદાન - આપવાના અર્થમાં,
પંચમ - અપાદાન - છૂટું પાડવા માટે,
ષશ્ટી - સંબંધ દર્શાવવા અને
સપ્તમી - અધિકરણ - ક્રિયામાં સ્થાન કે આધાર દર્શાવવા.

#પરેશ.કે.ભટ્ટ #

આ સાતેય વિભક્તિને આ એક જ શ્લોક દ્વારા બુધ કૌશિક ઋષિએ રજૂ કરેલ છે.

रामो राजमणिः सदाविजयते रामं रमेशं भजे

रामेणाभिहता निशाचरचमू रामाय तस्मै नमः

रामान्नास्ति परायणं परतरं रामस्य दासो ऽस्म्यहं

रामे चितलयः सदा भवतु मे भो राम मामुद्धर

આ સાતેય વિભક્તિ નીચે મુજબ આવરી લીધેલ છે.

रामो
रामं
रामेणा
रामाय
रामान्
रामस्य
रामे
भो राम

અર્થ:

રાજાઓમાં શ્રેષ્ઠ શ્રી રામ હંમેશા વિજય પ્રાપ્ત કરે છે. હું લક્ષ્મીપતિ ભગવાન શ્રી રામની પૂજા કરું છું. હું શ્રી રામને વંદન કરું છું જેમણે સમગ્ર રાક્ષસી સેનાનો નાશ કર્યો. શ્રી રામ જેવો બીજો કોઈ આશ્રયદાતા નથી. હું એ શરણાગત ભક્તોનો દાસ છું. હું હંમેશા શ્રી રામમાં લીન રહું. હે શ્રી રામ! તમે મને આ ભવ સાગરમાંથી બચાવો.

#પરેશ.કે.ભટ્ટ #
#અદ્દભૂતમ સંસ્કૃતમ #

::😀 હસતા હસતા ગાંધીજીને હેપી બર્થડે 😀::આજે બાપુને હેપી બર્થ ડે  કહેવા ગયો....બાપુ કહે શું ચાલે છે મારા ઇન્ડિયામાં ? સોરી...
02/10/2024

::😀 હસતા હસતા ગાંધીજીને હેપી બર્થડે 😀::

આજે બાપુને હેપી બર્થ ડે કહેવા ગયો....બાપુ કહે શું ચાલે છે મારા ઇન્ડિયામાં ? સોરી ભારતમાં ? મેં કહ્યુ બાપુ શું વાત કરું હવે ભારત પ્રગતિના પંથે છે. આપણો દેશ અહિંસાને વરેલો છે એટલે હવે આપણે દુશ્મનો કે આતંકીઓને દેશમાં નથી મારતા પણ વિદેશમાં કે તેમના દેશમાં જઈને જ મારીએ છીએ, આપણી ધરતી પર નહિ. બાપુ કહે તમે પણ અહિંસાનો જબરો અર્થ કર્યો છે. બોલ બીજું શું ચાલે છે, મેં કહ્યું બાપુ હવે તો ડીઝીટલ ઇન્ડિયા થઈ ગયું છે, બાપુ કહે એમ નહિ તારે કેમ ચાલે છે ? પ્રેક્ટિસ સારી ચાલે છે બાપુ. એતો ખબર છે , એ સિવાય શું કરે છે ? બાપુ સમય મળે થોડું ઘણું લખું છું. બાપુ કહે શું લખ્યું છે હમણાં ? મેં કહ્યું બાપુ એક કટાક્ષ કથા લખી છે પણ તમને વાંચવાય એમ નથી તો મને કહે અરે દીકરા એમાં શરમાવાનું શું એમ કહી ને મારા હાથમાંથી કાગળ લઈ લીધો મને કહે આ જ છે ને ? મેં નીચું જોઈને હા પાડીને એ વાંચવામાં તલ્લીન થઈ ગયા.......મને થયું કે આ બાપુના હાથમાં ક્યાં કટાક્ષ કથા આવી ગઈ !

:: ગાંધીજીના મોર્ડન ત્રણ વાંદરા ::

કરશનકાકા મહેસાણાથી નીકળી અમદાવાદ જતા હતા . સાબરમતી આશ્રમ પાસે જ પહોચ્યાને કરશનકાકાએ આશ્રમના ગેટ પર મુકેલા પેલા ગાંધીજીના ડાયા ત્રણ વાંદરાને જોવામાં તલ્લીન થઇ ગયા ત્યાં જ સામેથી આવતી બસે કરશનકાકાને જોરદાર ટક્કર મારીને કાકાનો એવો એકસીડન્ટ થયો કે કાકા થઈ ગયા બેભાન. કાકાને એમ જ થયું કે બસ હું મરી જ ગયો. બધા તેને ૧૦૮ આઠ માં હોસ્પિટલ લઇ જતા હતા પણ કરશનકાકાને તો એમ જ થયું કે મને પુષ્પક વિમાન સ્વર્ગમાં જ લઇ જાય છે . જેવા કરશનકાકા સ્વર્ગમાં જ પહોંચે છે તો સરસ મજાનું સુગંધી વાતવરણ , સુંદર મજાના બગીચાઓ , ગાંધર્વગણ સરસ મજાનું વીણાવાદન કરતા હતા એનો મંદ મંદ અવાજ સંભળાતો હતો . કાકાને એમ જ થયું કે બસ હવે તો રંભાને ઉર્વશીના નૃત્યને માણવા મળશે. કાકા એ ચાલવાની ઝડપ વધારી અને જે હોલ માંથી સંગીતનો અવાજ આવતો હતો ત્યાં જઈને બારણું ખોલ્યું કાકા તો દ્રશ્ય જોઈને જ સ્તબ્ધ થઇ ગયા , ખાદીની સાડી પહેરીને ઉર્વશીને રંભા વીણા વાદન કરતા કરતા ગાતા હતા કે “ વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે.....” અને ગાંધી બાપુ બેઠા બેઠા રેટીઓ કાંતતા હતા.ભજન પૂરું થયું એટલે બાપુએ કરશનકાકાને જોઈને કહે કા ભાઈ ક્યાંથી આવો છો ? કાકા કહે મહેસાણાથી બાપુ . અરે શું વાત મારા ગુજરાત માંથી.આવ આવ બેસ દિકરા, બધું બરાબર છે ને ગુજરાતમાં ? કાકા કહે હા બાપુ હવે તો આપણે ઘણી પ્રગતી કરી છે , જીઓ – Jio આવતા તો હવે બધા યુવાનો ઈન્ટરનેટમય થઇ ગયા છે. બાપુ કહે ઠીક ઠીક દીકરા પણ એતો કહે કેમ કરતા અહી આવવાનું થયું ? કાકા કહે બાપુ મહેસાણાથી અમદાવાદ જતો હતો ત્યાં એક્સિડન્ટ થયું. બાપુ કહે એમ કેમ કરતાં એક્સિડન્ટ થયું ? કાકા કહે શુ વાત કરું બાપુ , સાબરમતી આશ્રમ પાસે આપે મુકેલા પેલા યુવાનોને શીખ આપતા આપના 3 વાંદરા ઓની સામે જોતો હતો એમાં એક્સિડન્ટ થયો. બાપુ કહે કેમ વાંદરા તો વર્ષો થી ત્યાં છે એમાં શું નવુ હતું ? કરશનકાકા કહે બાપુ શું વાત કરું એમ કહીને રંભાને ઉર્વશીથી દુર લઇ જઇને કાનમાં કઈક કહ્યું એટલે બાપુ તો ખીજાય ગયા. ચાલ કરશન મારી સાથે ચાલ એમ કહીને બાપુ સાબરમતી આશ્રમ આવ્યા. જ્યાં પેલા યુવાનોના આદર્શ સમાં એમના પ્રિય ડાહ્યા ત્રણ વાંદરા રાખ્યા હતા. એકે કાન પર હાથ રાખી ને બીજો આંખ પર હાથ રાખી ને અને ત્રીજો મો પર હાથ રાખીને બેઠાં હતાં ત્યાં આવ્યા. જ્યાં કાકા બાપુને લઇ આવ્યાને જે દ્રશ્ય જોયું તો બાપુ તો ગુસ્સા થી લાલ ચોળ થઈ ગયા . જે વાંદરાના હાથ મો પર હતા એ મોબાઈલમાં વલ્ગર ચિત્રો જોતો હતો, જે વાંદરાના હાથ કાન પર હતા એ મુન્ની બાઈને જલેબી બાઈના ગીતોનો ડાન્સ જોતો હતો-ગાતો હતો અને ત્રીજો વાંદરો જેના આંખ પર હાથ હતા એતો વળી હેડ ફોન કાન માં રાખીને હોટ ભોજપુરી ગીતો માણતો હતો. બાપુ ગુસ્સા થી તાડુક્યાં આ બધું શુ છે ? ત્યાં ત્રણેય વાંદરા એક સાથે કહે " બાપુ યે ડીઝીટલ ઇન્ડિયા હૈ ".

अस्तु |

બાપુ કથા પુરી કરે એ પહેલા જ મેં કહ્યું બાપુ તમે વાંચી લો ત્યાં થોડી વારમાં હું આવું આમ કહીને બાપુ ખીજાય એ પહેલા જ પતલી ગલી સે નિકલ ગયા...

Ca.Paresh K.Bhatt

15/08/2024

શું આપણે સ્વતંત્ર છીએ ? અજાણી વાતોને જાણીએ.

21/07/2024

कृष्णम वंदे जगतगुरूम

 #અન્વેષણ # .Paresh.K.Bhatt #:: અ-ધાર્મિક દેશ પ્રામાણિક અને ધાર્મિક દેશ ચોર ? ::હમણાં સોસીયલ મીડિયામાં એક સમાચાર ફરે છે....
21/07/2024

#અન્વેષણ #
.Paresh.K.Bhatt #

:: અ-ધાર્મિક દેશ પ્રામાણિક અને ધાર્મિક દેશ ચોર ? ::

હમણાં સોસીયલ મીડિયામાં એક સમાચાર ફરે છે. તેમાં એક સર્વે રજૂ કરેલ છે જે નીચે આપેલ છે. આ સર્વે સાચો છે કે ખોટો તે મને ખબર નથી , પ્રામાણિક સર્વે થયો છે કે નહિ એ પણ મને ખબર નથી અને એ જાણવું પણ નથી. પરંતુ આવા સર્વે રજૂ કરીને ભારતની સામાન્ય પ્રજાને ભ્રમિત કરાવની અને તેમના ઈશ્વર પ્રત્યેના શ્રદ્ધા કેન્દ્રને તોડવાની જે વામપંથી ચાલ છે તેની સામે વાંધો છે. કહેવાતા સાહિત્યકારો પણ આવું વાંચીને હા માં હા કરે રાખે છે અને મૂંડી ધુણાવે રાખે છે. તેમની બૌદ્ધિકતા લલિત નિબંધો અને પ્રકૃતિ વર્ણનોમાં જ અટવાઈ જાય છે. અલબત્ત એ ખોટું નથી પણ એજ સર્વસ્વ નથી. આવા સર્વે દ્વારા આપણા જનમાનસમાં એવું ઠસાવવા માં આવે છે કે તમે પ્રામાણિકતાના તળિયે છો તેનું કારણ તમે ધર્મમાં શ્રદ્ધા રાખો છો. આમ આપણી ધર્મશ્રદ્ધાને તોડવાનું કામ કરે છે. ત્યારે ધાર્મિક પુરુષોના ધાર્મિક સ્થાનોમાં બેસનાર સાહિત્યકારો મોટી મોટી વાતો કરી જાણે છે પરંતુ આવા વામપંથીઓને જવાબ દેવાનો હોય છે ત્યારે હવા નીકળી જાય છે.

આવા એક પ્રામાણિકતા અંગેના સર્વેમાં જેમાં દુનિયાના ટોપ ટેન દેશોમાં ભારતનું સ્થાન નથી. સ્થાન છેક 95માં નંબરે છે.

*દુનિયાના કુલ 191 દેશોમાં પ્રમાણિક
પ્રથમ 10 દેશ:*

▪ ન્યુઝીલેન્ડ
▪ ડેનમાર્ક
▪ ફિનલેન્ડ
▪ સ્વીડન
▪ સિંગાપોર
▪ નોર્વે
▪ નેધરલેન્ડ
▪ સ્વિત્ઝર્લેન્ડ
▪ ઓસ્ટ્રેલિયા
▪ કેનેડા

*ભારત 95 મા નંબરે છે.*

આ પછી એવું લખેલું છે કે આ પ્રથમ દસ દેશોમાં, નથી સત્યનારાયણની કથા થતી કે નથી રામ કથા થતી કે નથી વ્રત થતા કે નથી પૂજા પાઠ થતા, તેઓ તિલક નથી કરતા, તેઓ રોજ ગીતાનો પાઠ નથી કરતા, તેઓ માળા નથી ફેરવતા, તેઓ દિવા અગરબત્તી નથી કરતા વગેરે વગેરે ઘણું ઘણું લખ્યું હતું. જેનો સાર એવો હતો કે આપણા દેશમાં ધર્મ આધારિત વાતો ઘણી છે એ છતાં આપણે ત્યાં પ્રમાણિકતાનું ધોરણ આટલું નીચું કેમ ? આપણે વાંચીએ એટલે આપણે પણ વિચારીએ કે વાત તો સાચી છે. ધાર્મિક માણસ પ્રામાણિક હોવો જ જોઈએ એ અપેક્ષિત છે. પરંતુ આવી વાતો ભારતના પરિપેક્ષયમાં જ કેમ જોવાય છે ?

આજ વાતોને જરા બુદ્ધિથી વિચારીએ. સિક્કાની એક બાજુ આપણે જોઈ કે ધર્મના મૂળ ઊંડા છે છતાં અપ્રમાણિકતા કેમ ? હવે બીજી બાજુ જુવો.

ઉપરના ટોપ ટેનમાં અમેરિકા પણ નથી, બ્રિટન પણ નથી, ઇટલી, જર્મની, જાપાન પણ નથી અને યુ.એ.ઇ પણ નથી. પરંતુ આપણને તો કોઈ દેખાડે એટલું જ જોવાનું અને તે પણ આપણા ચશ્માથી નહિ બીજા જે પહેરાવે એ ચશ્માથી જ જોવાનું!

આ પરિપેક્ષયમાં વિચારીએ તો સોક્રેટિસ પાસે આવો કોઈ પ્રશ્ન લઈને જો કોઈ જાય તો સોક્રેટિસ કેવી ઉલટ તપાસ કરે ?
તો પ્રામાણિક દેશોમાં લોકો ધાર્મિક નથી એટલે પ્રામાણિક છે ? તો એવા તો ઘણા દેશોમાં લોકો ધાર્મિક નથી તો બધા અધાર્મિક દેશો તો ટોપ ટેનમાં નથી ? તો બીજી તરફ ઇસ્લામિક દેશો ખાસ કરીને યુનાઇટેડ આરબ અમીરાતના દેશો, ત્યાં અત્યન્ત ધાર્મિકતા છે આમ છતાં ત્યાં પ્રામાણિકતા છે અને ત્યાં ટોપ ટેન જેવા દેશોની અશ્લીલતા નથી, ખૂન ખરાબ નથી જે આ ટોપ ટેન દેશોમાં છે. કેનેડા તો વળી ટેરેરિસ્ટોનો અડ્ડો છે પણ એ વાંધો નહીં. ત્યાં બધાનું મૌન.

આથી એ તો સાબિત થાય જ છે કે ધાર્મિકતા અને પ્રમાણિકતાને કોઈ કો-રિલેશન નથી. એટલે કે સહ સંબંધ નથી. આવું તર્કથી સાબિત થઈ શકે. પંરતુ આપણો હિન્દૂ ધર્મ તો જીવનના દરેક પાસાઓ આવરી લે છે. તેમાં પણ ચરિત્ર ઉપર તો ખાસ ભાર મૂકે છે. ચરિત્ર એટલે ફક્ત શારીરિક સંબંધ જ નહીં પરંતુ વ્યક્તિનો શુદ્ધ વ્યવહાર પણ એક ભાગ જ છે.

પરંતુ જ્યારે કોઈ આપણી સામે ફક્ત તર્કથી દલીલ કરવાની વાત કરે ત્યારે તેનો જવાબ ફક્ત તર્કથી જ આપવાનો હોય. શાસ્ત્ર સિદ્ધાંતોના પ્રમાણો તેમને ન આપવાના હોય કે અન્ય પાસાઓને ધ્યાનમાં ન લેવાના હોય. આથી કોઈપણ દેશ પ્રમાણિક છે તેની પાછળનું કારણ ધર્મ તત્વની હાજરી કે ગેરહાજરી તેને અસર કરતી નથી. તો પછી શું અસર કરે છે ? હવે વાત મુદ્દાની છે. યુનાઇટેડ આરબ અમીરાતમાં કાયદાઓ એવા છે કે જો વ્યક્તિ ચોરી કરે તો તેના હાથ કાપી નાખવાની સજા છે. આથી ત્યાં કોઈ ચોરી નથી કરતું. તેથી તેનો મતલબ એવો નથી કે ચોરી થતી નથી અને બધા જ લોકો પ્રામાણિક જ છે.
અકબર બીરબલની એક વાર્તા છે. તે સમયે ઈલેક્ટ્રિસિટી ન હતી એટલે બધું જ દીવાઓ અને ફાનસથી ચાલતું. અકબરે એક દિવસ બીરબલને જમવા બોલાવ્યો અને બંને જણા બેઠા એટલે અકબરે તાળી પાડી. થોડી વારમાં ચાર બિલાડીઓ હાજર થઈ અને તેમના માથા પર ચાર કોડીયાઓ મૂક્યા અને બંને જણા એ દીવાઓના પ્રકાશમાં ઠાઠ માઠથી જમ્યા. બીજે દિવસે અકબરને બિરબલે કીધું કે કાલનો તમારો ભવ્ય ઠાઠ માઠ જોઈને મને આજે પણ તમારી સાથે જમવાની ઈચ્છા છે. અકબર કહે જરૂરથી પધારો. રાત્રે બીરબલ અકબરને ત્યાં જાય છે અને સાથે ચાર ઉંદરને લઈ જાય છે. જેવા જમવા બેસે છે , અકબર તાળી પાડે છે, ચાર બિલાડી હાજર થાય છે. તેના માથે કોડિયા મૂકવામાં આવે છે. જમવાનું પીરસાઇ છે અને એ જ સમયે બીરબલ તેની સાથે લાવેલા ચાર ઉંદરને છોડે છે ઉંદરને જોતા જ ચારેય બિલાડીઓ આમથી તેમ દોડાદોડી કરી મૂકે છે અને દીવાઓ ઓલવાઈ જાય છે. વાર્તા અહીંયા જ છોડી દઈએ.

આજ રીતે યુનાઇટેડ આરબ અમીરાતમાં જો કાયદો પાછો ખેંચી લેવામાં આવે કે કોઈપણ વ્યક્તિ ચોરી કરે તો તેના હાથ કાપવામાં નહિ આવે. તેના બદલે સામાન્ય એકાદ બે મહિનાની સજા થશે કે સજા નહીં થાય. આવો કોઈ પણ નવો કાયદો આવે અને પછી ચોરી ન થાય તો પ્રજા પ્રામાણિક છે તેમ કહેવાય. અન્યથા તો એમ જ કહેવાય કે કાયદો કડક છે પ્રજા પ્રામાણિક જ છે તેમ નહીં. આજ વાત પ્રથમ 10 પ્રમાણિત દેશોમાં પણ લાગુ પડે જ છે કે લોકો પ્રમાણિક છે કે અપ્રમાણિક એ તે દેશના કાયદા કેટલા કડક છે, તેનો અમલ કેટલો કડક છે, તેના અધિકારીઓ કેટલા પ્રમાણિક છે, તેના પર છે. જો આમાંની દરેક વાતો ઢીલી હોય અને પછી પણ પ્રમાણિકતાનું સ્તર ઉંચું હોય તો કહી શકાય કે પ્રજા પ્રમાણિક જ છે અને દેશ પ્રમાણિક છે.

કોરોના સમયમાં આપણને ખબર છે કે આપણા મજૂરોએ 100-100 200-200 કિલોમીટર ચાલીને પોતાના વતનમાં ગયા. પરંતુ તેઓએ રસ્તામાં એક પણ મોટો મોલ કે દુકાન લૂંટી નહીં. જ્યારે અમેરિકા અને યુરોપમાં કેટલી લૂંટફાટ થઈ તેના વિડીયો હજુ પણ youtube પર જોવા મળે છે. આ જ દેખાડે છે કે જ્યારે મુશ્કેલ પરિસ્થિતિ હોય કે કાયદાનું બંધન ઢીલું પડે છે ત્યારે લોકોની સાચી માનસિકતા ઉભરી આવે છે તેથી કોઈપણ દેશ કે રાષ્ટ્ર વધારે કે ઓછો ધાર્મિક છે તેથી તે વધારે કે ઓછો પ્રમાણિક કે અપ્રમાણિક છે તેવો કોઈ માપદંડ ન હોઈ શકે. પરંતુ વામપંથી વિચારધારાને હંમેશા કોઈપણ નેગેટિવ વાતને જોવા માટે ધર્મના ચશ્મા પહેરવા જ પડે છે. પરિણામે કોઈપણ નેગેટિવ વાતનું મૂળ ધર્મમાં જ દેખાય છે. આ સમયે તેમના તર્કને કે તેમની બુદ્ધિને હલાવે તેવો કોઈ જવાબ આપતું નથી. પરિણામે આપણે હંમેશા આપણા ધર્મને કોસીએ છીએ. ગરીબની વહુ આખા ગામની ભાભી. તેની જેમ હિન્દુ ધર્મ વિશે લોકો કાંઈ પણ બોલી જાય અને તેની સામે તર્કથી જવાબ આપવાની કોઈ તસ્દી નથી લેતું પરિણામે તેઓની હિંમત વધતી જાય છે. આપણે હંમેશા કોઈ બુદ્ધિશાળી માણસ સ્ટેટેસ્ટીક સાથે આવી બધી વાતો રજૂ કરે છે એટલે મૂંગે મોઢે સ્વીકારી લઈએ છીએ. તેમને ખોખારો ખાઈને તેમના તર્કને તર્કથી અને બુદ્ધિને બુદ્ધિથી જ જવાબ આપવો પડે. ભલે કદાચ ધર્મ અને સંસ્કૃતિના ત્રાજવે તે ના તોલાય.

અસ્તુ.
તા.10.07.2024

☘️ સૌ મિત્રોને આમંત્રણ છે એક અલગ જ વિષય સાથે ☘️
17/07/2024

☘️ સૌ મિત્રોને આમંત્રણ છે એક અલગ જ વિષય સાથે ☘️

16/07/2024

वो फ़र्श की धुल पे पड़े
चंद पैरों के निशान

वो चाय के
दो सुखे कप

वो ख़ामोश
दाल के सुखे बर्तन

वो सुखी पड़ी,
चाय की पत्ती से भरी
बेजान छन्नी


આનો અર્થ એ કે આજે કામવાળી 🗑🙎‍♀બાઈ નથી આવી

દર વખતે ગુલઝાર ક્યાં થી લાવવા.

😛😛

16/07/2024
 #અન્વેષણ # .Paresh.K.Bhatt #:: થાય સરખામણી તો....::થાય સરખામણી તો....તો કવિ એમ કહે કે ઉતરતા છીએ અને બક્ષીસાહેબ હોય તો એ...
14/07/2024

#અન્વેષણ #
.Paresh.K.Bhatt #

:: થાય સરખામણી તો....::

થાય સરખામણી તો....તો કવિ એમ કહે કે ઉતરતા છીએ અને બક્ષીસાહેબ હોય તો એમ કહે કે થાય સરખામણી તો....તો ચડિયાતા છીએ. માનસશાસ્ત્રની દ્રષ્ટિએ પદ્ય એ પુરુષનું સ્ત્રેણ પાસું છે જ્યારે ગદ્ય એ પૌરુસત્વનું દ્યોતક છે. આથી જ કવિ સ્ત્રીની વધુ નજીક હોય છે. ગદ્યકાર કઠોર હોઈ શકે અને કવિ ઋજુ હોય છે. કવિ કઠોર વાત પણ ઋજુતાથી કહે છે જ્યારે ગદ્યકાર એ જ વાત સોળ ઝાટકીને કહી નાખે છે. જોકે ભગવાન શંકરનું એક રૂપ અર્ધનારીનટેશ્વર છે. આથી ઋજુતા અને કઠોરતા એ જીવનના બે પહેલું જ છે. એજ રીતે ગદ્ય અને પદ્ય એ સાહિત્યના પહેલુઓ છે.
મૂળવાત પર આવીએ "થાય સરખામણી તો".....આ એક વાક્ય પર ગેસ્ટ્રોલોજીસ્ટ અને ગેસ્ટ્રીક-એસિડિટી મેડિસિન મેન્યુફેક્ચરર જીવી જાય છે. મોટા ભાગે આપણું જીવન સરખામણીમાં જ દુઃખી થાય છે. હવે તો ઓનીડા ટીવી બંધ થઈ ગયા પણ તેની જાહેરાત આવતી હતી કે ઓનર્સ પ્રાઇડ નેબર્સ એન્વી, તમારું ગૌરવ અને પડોશીની ઈર્ષા. ઈર્ષાની માતા એટલે સરખામણી. "બીજા પાસે છે અને મારી પાસે નથી" આ એક એવું વાક્ય છે જે સદીઓથી યુદ્ધનું કારણ બન્યું છે. રામાયણ હોય કે મહાભારત બધાના મૂળમાં આ એક જ વાક્ય છે. રાવણ સીતાજીને ઉપાડી ગયા તેના મૂળમાં આજ વાત હતી કે વિશ્વ સૌંદર્ય ધરાવતા સીતા રામ પાસે છે અને મારી પાસે નથી. કૌરવો પાંડવમાં એક પક્ષ પાસે ગાદી છે અને મારી પાસે નથી.
આજે એસિડિટી એ વિશ્વવ્યાપી સમસ્યા છે. આ એસિડિટીનું મૂળ સરખામણી છે. આપણી સરખામણી હંમેશા આપણાથી ચડિયાતા છે એમની સાથે જ થાય છે. પરંતુ તેમાં સૌથી વધુ ચડિયાતા છે એમની સાથે નહિ પણ આપણા સહકાર્યકર, આપણા પડોશી, આપણાં સગા સંબંધી જેઓ આપણાથી થોડાક જ ચડિયાતા છે એમની સાથે જ હોય છે. કોઈ દુકાનદાર હોય તો તેની સરખામણી તેના પડોશી દુકાનદાર સાથે જ હોય છે. તેની સરખામણની શહેરના શ્રેષ્ઠ દુકાનદાર સાથે નથી હોતી. શહેરના કોઈ ઉદ્યોગપતિની સરખામણી તેના શહેરના ઉદ્યોગપતિ સાથે જ હોય છે. દેશના કે વિશ્વના શ્રેષ્ઠ ઉદ્યોગપતિ સાથે નથી હોતી.
તો પ્રશ્ન એ થાય કે સરખામણી કરવી કે કરવી નહિ ? સરખામણી કરવાની તો તેનો માપદંડ શું ? જો સુખી થવુ હોય તો નીચે જુવો અને ડેવલપમેન્ટ કરવું હોય તો આજુબાજુમાં નહિ પરંતુ ઉપર જુવો. એટલે શું ? સુખી થવું હોય તો નીચે જુવો એટલે આપણને જે ભગવાને આપ્યું છે તેની સરખામણી આપણાથી ગરીબ છે તેની સાથે કરો. આપણને જમવામાં ફૂલ ડિશ મળે છે તેનો આંનદ જેઓને દાળ રોટી પણ નથી મળતી એમના તરફ જુવો તો મળશે. એ સમયે બત્રીસ ભોજનને તેત્રીસ પકવાનની થાળી વાળાને જોઈને ઈર્ષા કરીશું તો આપણી ફુલડીશ ભોજનનો આંનદ છીનવાઈ જશે. વિકાસ કરવા ઉપર જુવો. આપણે બિઝનેસ કરતા હશું તો ટાટા,બિરલા, અંબાણી, અદાણી કે ઇલોન મસ્ક કે ઝુકરબર્કને જોઈએ, નહીં કે આપણાથી થોડાક આગળ એવા આપણા પડોશીને ! થોડાક આગળ પડોશીને જોઈને ઇર્ષા કરીશું કે સરખામણી કરીશું તો આપણે થોડા પ્રયત્ને આગળ હશું પણ પડોશીથી "જરાક આગળ". આ "જરાક આગળ" જવામાં જિંદગી પુરી કરીએ છીએ અને જરાક આગળ નથી વધતા તો એસિડિટીમાં આગળ વધી જઈએ છીએ. તેની સામે આપણું ધ્યેય દેશના અને વિશ્વના બિઝનેસમેનને નજર સામે રાખીશું અને તેમાં "જરાક આગળ" નિકળીશું તો પડોશી કરતાતો અનેકગણા આગળ હોઈશું. કદાચ આપણે પ્રયત્નમાં ઉણા ઉતરીશું તો એટલું દુઃખ પણ નહીં લાગે કેમકે આપણી સરખામણી જ ઉંચી છે એટલે વાર તો લાગે આવું અંદરથી એક આશ્વાસન મળે છે.
તેથી જ આપણા પૂર્વજો કહી ગયા કે "નિશાન ચૂક માફ, નહિ માફ નીચું નિશાન"
આ બધી વાતો યુવાનો માટે છે. પચાસે પહોંચેલા તો હવે આવો અમલ કરી નથી શકતા તો તેવો શું કરે ? તેમણે સરખામણી જ નહીં કરવાની ભગવાને જે આપ્યું છે તેમાં સંતોષ માનશે તો જીવનનો આંનદ છે. બાકી તો સરખામણી કરીને ઈર્ષા નામની દીકરીને જન્મ જ આપવાનો છે. આ દીકરી આપણને જ અંદરથી બાળશે. એટલે કે એસિડિટી કરાવશે. જો સરખામણી જ નહીં થાય તો ઇર્ષાય નહિ થાય, ઇર્ષા નહિ થાય તો કઈ મેળવવાની તૃષ્ણા નહીં થાય, તૃષ્ણા નહિ થાય તો લોભ અને લાલચ નહિ અને લોભ લાલચ જ નહીં હોય તો જીવન આંનદથી પસાર થશે. જીવનમાં આંનદ હશે તો એસિડિટી જ નહીં હોય.

એટલે જ સરખામણીથી આંનદ સુધીના મણકા સરખા ગોઠવાઈ જાય, સમજાય જાય તો.....તો સરખામણીની જરૂર જ નથી.

અસ્તુ.
તા.02.07.24

13/07/2024

"ઘટ ઘટમે પંછી બોલતા"...પેજ નં.115

લેખક - ગુણવંતભાઈ શાહ

‘તાલિબાન’ શબ્દ મૂળે તાલિબ પરથી બન્યો છે. ‘તાલિબ’ એટલે વિદ્યાર્થી, પ્રેમી કે ભક્ત. 'તાલિબે— દીદાર' એટલે પ્રેમીને જોવા માટે ઉત્સુક એવી વ્યક્તિ. ‘તાલિબે—ઇલ્મ’ એટલે જ્ઞાન પામવા માટે ઉત્સુક એવો વિદ્યાર્થી. ‘તાલિબે—ખુદા' એટલે પરમેશ્વરને પામવાની ઝંખના રાખનાર ભક્ત. આવા ભક્તને વળી બંદૂકનું શું કામ? છેલ્લા કેટલાક સમયથી એક પણ દિવસ એવો જતો નથી જ્યારે કોઈ ને કોઈ રીતે અખબારોમાં ત્રણ શબ્દો વાંચવા મળ્યા ન હોય. એ ત્રણ શબ્દો છે : અલ- કાયદા, જેશ—એ-મહંમદ અને લશ્કરે તૈયબા. અલ કાયદા એટલે જે કાયદાને આધીને હોય તે. જેશ—એ—મોહંમદ એટલે મોહંમદ પયગંબરમાં અને એમની વિચારધારામાં માનનારા લોકો. લશ્કરે તૈયબા એટલે પવિત્ર હૃદય ધરાવતા લોકોની સેના.

Address

204, Swarapark Lane, Opp. Joggers Park, Atabhai Chowk
Bhavnagar
364001

Opening Hours

Monday 10am - 1pm
4pm - 7pm
Tuesday 10am - 1pm
4pm - 7pm
Wednesday 10am - 1pm
4pm - 7pm
Thursday 10am - 1pm
4pm - 7pm
Friday 10am - 1pm
4pm - 7pm

Telephone

+919426910895

Alerts

Be the first to know and let us send you an email when Ca.Paresh K Bhatt posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ca.Paresh K Bhatt:

Share